Translate

તમારો આઈફોન કરશે કેન્સરનું નિદાન!

by 22:35 0 comments
હવે તમારા આઈફોનમાં રહેલા કેમેરા દ્વારા તમને કેન્સર છે કે કેમ તેનું થોડી મિનિટોમાં જ નિદાન કરી શકાશે. આમ આઈફોન તમારું જીવન બચાવવામાં તમને મદદરૂપ બનશે. વૈજ્ઞાનિકો દ્વારા આ અંગે ડી-3 નામની સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે તમારા સ્માર્ટફોન સાથે જોડી શકાશે અને ઘરે બેઠાં તેનો ઉપયોગ કરી શકાશે. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિક સ્કૂલ દ્વારા આ અંગેનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિકો દ્વારા સ્મિયર ટેસ્ટમાં ટિસ્યૂનાં સેમ્પલ લઈને સર્વાઇકલ કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. સ્માર્ટફોનના કેમેરાની મદદથી હાઈ ફ્રિક્વન્સીવાળા ઇમેજિંગ ડેટાને રેકોર્ડ કરીને લોહી કે ટિસ્યૂમાં રહેલા એક લાખથી વધુ રક્તકણોની તપાસ કરી શકાશે.

આ સિસ્ટમને ડી-3 તરીકે ઓળખવામાં આવે છે, જેને ડિજિટલ ડિફ્રેક્શન ડાયગ્નોસિસ એવું નામ અપાયું છે. લિમ્ફોમાનાં નિદાન માટે તેનું ટ્રાયલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આનાથી એચઆઈવી, ટીબી તેમજ ઇબોલા જેવા જીવલેણ રોગોનું નિદાન કરી શકાશે.

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

    0 comments:

    Post a Comment