Translate

કેન્ડી ક્રશ ગેમ્સના કારણે ગુમાવવો પડ્યો અંગૂઠો!

by 22:31 0 comments
સ્માર્ટફોન ગેમ્સ રમવાનો શોખ ઘણાબધાં લોકોને હોય છે પરંતુ તેની લત તમારી આંગળીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અમેરિકામાં કેલિર્ફોનિયાસ્થિત 29 વર્ષીય એક વ્યક્તિને પોતાના સ્માર્ટફોન પર કેન્ડી ક્રશ ગેમ રમવાની એવી લત લાગી કે તે સતત કલાકો સુધી આ ગેમમાં જ રચ્યોપચ્યો રહેવા લાગ્યો. તેને એ વાતનું પણ ભાન ન રહ્યું કે, ગેમ રમવા માટે સતત ઘસાઈ રહેલા તેના અંગૂઠાનો એક ટિશ્યૂ ક્યારે ફાટી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વ્યક્તિ છથી આઠ અઠવાડિયાથી નિયમિતરૂપે કેન્ડી ક્રશ રમી રહ્યો હતો અને જ્યારે તેનો અંગૂઠો સુન્ન પડી ગયો ત્યારે તેને ડોક્ટર પાસે જવું પડયું. ડોક્ટરે જ્યારે તેનો અંગૂઠો તપાસ્યો ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેના અંગૂઠાની સર્જરી કરાવવી પડશે. જે ડોક્ટરોએ તેનો ઇલાજ કર્યો તેમનું કહેવું હતું કે, વીડિયો ગેમ્સથી આંગળીઓની માંસપેશીઓ પર એવી વિપરીત અસર થાય છે કે, તે દર્દને કારણે સુન્ન પડી જાય છે. સતત ગેમ રમનારાઓને તેને કારણે દુખાવાનો અહેસાસ નથી થતો. ગેમ્સની લત એવી હોય છે કે, તેની ચુંગાલમાં ફસાનારી વ્યક્તિને તેનાં શારીરિક દર્દની પણ અસર થતી નથી.

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

    0 comments:

    Post a Comment